મોરબી શહેરના નવલખી રોડ ઉપર વિષ્ણુ સોસાયટીમાં રહેતા નિલેશભાઈ હરેશભાઇ મકવાણા ઉવ.૪૦ એ આર્થિક સંકડામણના કારણે તા.૧૧/૦૪ના સાંજના સુમારે પોતાની નવલખી રોડ પર આવેલ હિતેશ માર્કેટીંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સીની ઓફીસમા જંતુનાશક દવા પી જતા તેઓને મોરબી સરકારી હોસ્પિટલમા સારવારમા દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન નિલેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે બી ડીવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ જારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.