હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તમામ જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે રોજિંદા જીવન પર પણ વર્તાઇ છે. ત્યારે આ ટાણે રાજ્યના મોટા ભાગના જિલ્લા તંત્ર દ્વારા શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પણ મોરબીમાં રજાઓ જાહેર કરાઈ છે.
હાલમાં સમગ્ર જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે આવતીકાલે તા. ૩૦/૦૮/૨૦૨૪ ને શુક્રવા૨ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોનગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ હેડ કવાર્ટર છોડવાનું રહેશે નહિ અને ડિઝાસ્ટરની સ્થિતિમાં સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહેવાનું રહેશે. તેમ પણ જણાવવામાં આવ્યું છે.