Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેરના ધારાસભ્યના સખત પ્રયત્નોથી જાલસીકા ગામના સ્વજન ગુમાવી ચૂકેલા પરિવારને મળી ચાર...

વાંકાનેરના ધારાસભ્યના સખત પ્રયત્નોથી જાલસીકા ગામના સ્વજન ગુમાવી ચૂકેલા પરિવારને મળી ચાર લાખની સહાય

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની સરાહનીય કામગીરી સામે આવી છે.વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે તા.૨/૯/૨૦૨૪ નાં રોજ ભાવેશભાઈ રાવતભાઈ ડાંગર નામનાં વ્યક્તિનું મચ્છુ નદીનાં વહેણમાં તણાઈ જવાથી અવસાન થયું હતું. ત્યારે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ભલામણથી મુખ્યમંત્રીનાં રાહત ફંડમાંથી રૂપિયા 4,00,000/-(ચાર) લાખનો ચેક અવસાન પામેલ પરીવારજનોને આજરોજ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે ભાવેશભાઈ રાવતભાઈ ડાંગર મચ્છુ નદીના વહેણમાં તણાઈ જતાં અવસાન પામ્યા હતા. જેથી ધારાસભ્યની ભલામણથી મુખ્યમંત્રી રાહત ફંડ માંથી ચાર લાખ રૂપિયાની સહાય આજરોજ આપવામાં આવી હતી. જે તકે વાંકાનેર મામલતદાર સાનિયા સાહેબ, વાંકાનેર ટી.ડી.ઓ. કોઢીયા સાહેબ, જીલ્લા પંચાયત સદસ્ય જાહીર અંબાસ શેરસીયા, નવઘણભાઈ મેઘાણી, હરૂભા ઝાલા, જાલસીકા ગામનાં સરપંચ ધીરૂભાઈ ડાંગર, પરબતભાઈ ડાંગર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!