Friday, January 10, 2025
HomeGujaratડમ્પર ટ્રક ચાલકો બન્યો બેફામ : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર કાર...

ડમ્પર ટ્રક ચાલકો બન્યો બેફામ : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર કાર તેમજ મોટર સાયકલને લીધા હડફેટે, એકનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે જાંબુડીયા ગામના બ્રીજ પાસે ડમ્પર ટ્રક ચાલકે પુર ઝડપે ટ્રક ચલાવી ટાટા અલ્ટ્રોઝ કાર અને ઇનોવા કારને ઠોકર મારી ફંગોળી દીધી હતી. તેમજ મોટર સાયકલને પણ અડફેટે લીધા હતાં. જેમાં એક યુવક પર ડમ્પરનું ટાયર ચડાવી દેતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ આરોપી ડમ્પર ટ્રક મૂકી નાશી જતા સમગ્ર મામલે મૃતકનાં ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી વાંકાનેર નેશનલ હાઇવે જાંબુડીયા ગામના બ્રીજ પાસે ગઈકાલે સવારના 8:40 વાગ્યાની આસપાસ GJ-12-BX-5844 નંબરના ડમ્પર ટ્રકના ચાલક આરોપીએ પોતાના હવાલાની ટ્રક પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ બેદકારીથી બેફીકરાયથી ચલાવી નીકળી સાહેદ રવિભાઇ નરભેરામભાઇ કૈલા (રહે. મહેન્દ્રનગર તા.જી. મોરબી)ની GJ-36-AF-4465 નંબરની ટાટા અલ્ટ્રોઝ કાર તથા સાહેદ વિવેકભાઇ જયંતીભાઇ ગઢીયા (રહે.મોરબી)ની GJ-01-HR-8988 નંબરની ઇનોવા કારને પાછળથી ઠોકર મારી બંન્ને કારને રોડ ઉપર અવળી સવળી ફંગોળી દઇ રોડ ઉપર અગાઉથી અન્ય મોટર સાયકલ સાથે મોટર સાયકલ અડી જતા GJ-13-BC-6001 નંબરની મોટર સાઇકલ સહીત પડેલા ફરિયાદી રવિભાઇ દેવસીભાઇ પરમારના ભાઇ મહેશભાઇ દેવશીભાઇ પરમાર (રહે. મોરબી) પર ડમ્પર ટ્રકનું ટાયર ચડાવી દઇ મહેશને શરીરે માથામા પાછળની ડાબી બાજુ ગંભીર ઇજા પહોંચાડી તથા પેટના ભાગેથી બન્ને પગના ઢીંચણ સુધીનો ભાગ ચેપી છુંદી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશને જાણ કર્યા વગર પોતાનો ટ્રક રેઢો મુકી નાસી જતાં તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!