ટંકારા લતીપર રોડ પર ફુલ સ્પીડે જઈ રહેલ મોટરસાઇકલનાં ચાલકે ડમ્પરની સાઇડ કાપવા જતા સામેથી આવતી એસ.ટી બસ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં સદ્નસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારા લતીપર રોડ સરાયા ગામથી આગળથી બાબુભાઇ રાજાભાઇ ચાવડા નામનો શખ્સ પોતાની પત્ની સાથે પોતાની GJ 03 BQ 4047 નંબરની હીરો હોન્ડા ગ્લેમર મોટર સાયકલની મોટર સાઇકલ લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે સરાયા ગામથી આગળ ધરતી પેટ્રોલપંપ સામે મોટરસાઇકલ ચાલકે પોતાનું હોન્ડા ફુલ સ્પીડે ચલાવી આગળ જતા ડમ્પરની સાઇડ કાપવા જતા સામેથી આવતી GJ 18 Z 6805 નંબરની એસ.ટી બસની તરફ આવી જઇ બસની ખાલી સાડના ખુણા સાથે ભટકાડી અકસ્મત સર્જ્યો હતો. જેમાં મોટરસાઇકલ ચાલાકને શરીરે મુઢ ઇજા તથા પાછળ બેઠેલ તેઓના પત્નીને પગના ભાગે ફેકચર જેવી ઇજા પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં એસ.ટી.બસનાં ડ્રાઇવર દ્વારા મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.