પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન જૈન સમાજ દ્વારા અઠાઈ તપની આરાધના માસક્ષમણ તપ સહિતની વિવિધ ધાર્મિક વિધી વિધાન કરવામા આવતું હોય છે ત્યારે ટંકારા વાસી તપસ્વી શ્રી ગૌરવ અરવિંદભાઈ ગાંધીએ 30 ઉપવાસની કઠોર તપસ્યા માસક્ષમણ પૂર્ણ કરી, ધર્મ અને ભક્તિની અદભૂત મિસાલ રજૂ કરી છે. માતા-પિતાની નિશ્રામાં ધર્મ ભાવનાથી ભરપૂર આ તપસ્યા દરમિયાન, ગૌરવભાઈએ જીવદયા માટે રૂ. 1,51,000ની રકમ શુભ કાર્યોમાં વાપરવાનો પવિત્ર સંકલ્પ કર્યો છે, જે સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે.આ શુભ પ્રસંગે તેમના પરિવારનો સહયોગ અને પ્રેરણા પણ ઉલ્લેખનીય છે. ગૌરવભાઈના દાદા સ્વ. નગરશેઠ વાડીલાલ મોહનલાલ ગાંધી, દાદીમાં હીરાબેન ગાંધીની વાતો વાગોળી પિતા અરવિંદભાઈ ગાંધી અને માતા રેણુકાબેન ગાંધીની નિશ્રામાં પુત્ર ગૌરવે આ તપસ્યા સફળતાપૂર્વક સંપન્ન થઈ.
આ પવિત્ર કાર્યથી જૈન ધર્મની ભાવના અને જીવદયાના સિદ્ધાંતોને વધુ ઉજાગર કરી, ગૌરવભાઈએ સૌને પ્રેરણા આપી છે. આવા શુભ કાર્યો સમાજમાં ધર્મ, દયા અને સેવાનું મહત્વ દર્શાવે છે.