માળીયા કંડલા નેશનલ હાઇવે પાસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી કારને રોકવા કોન્સ્ટેબલે ઈસરો કર્યો પરંતુ ચાલકે કાર ન રોકી પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દેવા પ્રયાસ કરી કોન્સ્ટેબલ તથા અન્ય પોલીસ કર્મીઓનું મોત નિપજાવવાનો પ્રયાસ કરતા એક શખ્સની સુરજબારી ટોલનાકા પાસે બંદોબસ્ત ગોઠવી ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, માળીયા કંડલા નેશનલ હાઇવે પાસે ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી પસાર થતી GJ-38-B-7080 નંબરની સ્કોર્પિયો કારને રોકવા ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજભાઇ વિરમભાઇ ટાંકે સંકેત કરવા છતા આરોપીએ પોતાના હવાલાવાળી સ્કોર્પીયો ગાડી રોકેલ નહી અને આરોપીએ પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને બેરીકેટ તોડીને ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ પીસીઆર વાહન લઈને પોલીસ કર્મચારી દ્વારા તેનો સૂરજબારી ટોલનાકા સુધી પીછો કરવામાં આવ્યો હતો. જ્યાં કચ્છ પોલીસે નાકાબંધી કરેલ હોય જેથી આરોપીસ્કોર્પીયો ચાલકે પોતાની સ્કોર્પીયો ગાડી યુ ટન વાળી તેનો પીછો કરી રહેલ પી.સી.આર. વાન સાથે ભટકાડી દઈ પોલીસ કર્મીઓનુ મુત્યુ નિપજે અથવા શારીરીક ઇજા થાય તેવા ઇરાદાથી ગાડી ભટકાડી કાયદેસરની ફરજમા રૂકાવટ કરતા સ્કોર્પિયો ચાલક જીતેન્દ્રદાન જુગતદાન ગઢવી (રહે.સાંગડ તા.ફતેગઢ જી.જેસલમેર (રાજસ્થાન))ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.