Thursday, December 5, 2024
HomeGujaratહળવદ તાલુકા પોલીસની પ્રોહીબિશન કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન દેશી દારૂના ૧૪ ગુના નોંધાયા

હળવદ તાલુકા પોલીસની પ્રોહીબિશન કોમ્બીંગ ડ્રાઇવ દરમિયાન દેશી દારૂના ૧૪ ગુના નોંધાયા

હળવદ તાલુકામાં પ્રોહીબિશન કોમ્બીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ટીમો બનાવી ઇંગ્લીશ દારુ, દેશીદારુ તથા દેશીદારુ બનાવવાનો આથોના કુલ ૧૪ કેસ સાથે કિંમત રૂા. ૩૮,૩૫૦/- ના મુદામાલ સાથે આરોપીઓને પકડી હળવદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી.પી.અશોકકુમાર યાદવ સાહેબ, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડા, નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ પી.એ.ઝાલા દ્વારા પ્રોહીનિશન-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવતા પ્રોહીબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે ડ્રાઇવ અંતગર્ત હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસે પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા પ્રોહીબિશન કોમ્બીંગનું ડ્રાઇવનું આયોજન કરી ૫ ટીમો બનાવી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ કેસો શોધી કાઢવા સુચના આપી હતી.

જેમાં હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા પ્રોહી અંગેના ૧૪ કેશો શોધી ધવલભાઇ નરેન્દ્રભાઇ શુકલ, મહેશભાઇ કમાભાઈકમાભાઈ ડાભી, કાનજીભાઈ રણછોડાઈ પોરડીયા,જગાભાઇ મનુભાઇ પઢિયાર, સુરેશભાઈ લાલજીભાઇ ડાભી, કલ્પેશભાઈ મુકેશભાઇ વિસાણી, સદામભાઇ ગુલમહમદભાઇ ભટ્ટી, દશરથભાઇ ધમાભાઈ ધામેચા,દિનુબેન પ્રવિણભાઇ બજાણીયા, મનિષાબેન બળદેવભાઇ ચરમારી,

લાલભા દિલુભા ઝાલા અને પુરીબેન કેશાભાઇ દેથરીયા નામનાં આરોપીઓને દેશીદારૂ ૧૧૮ લિટર કિંમત રૂ.૨૩,૬૦૦/-, દેશીદાર બનાવવાનો આથો ૪૧૦ લિટર કિંમત રૂ.૧૦,૨૫૦/- અને ઇંગ્લીશ દારૂ ૧૦ બોટલ કિંમત રૂા.૪૫૦૦/- મળી કુલ રૂા.૩૮,૫૦૦/ નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ વોન્ટેડ આરોપી વિનાભાઇ કેશુભાઇ દેવીપુજક અને યોગેશભાઇ હિરાભાઇ સનુરાને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!