Sunday, December 22, 2024
HomeGujaratમોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીથી માંડી સુભાષબાબુ જ્યંતી સુધી સમગ્ર ભારતમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી અને વાંકાનેર દ્વારા કરવામાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી તાલુકાની સાર્થક વિદ્યા મંદિર ખાતે અને વાંકાનેર ખાતે મહારાજા સાહેબ કેસરીદેવસિંહજીની બોર્ડીંગ ખાતે યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

 

મોરબી ખાતે પ્રચારકજી પ્રવીણભાઈ ઓતિયા પ્રાંત અધિકારી રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ અને વાંકાનેર ખાતે જામનગર અને મોરબી જિલ્લાના પ્રચારક રામશીભાઈ આર.એસ.એસ. બૌદ્ધિક આપતા વિવિધ ઉદાહરણો દ્વારા જણાવ્યું હતું કે આપણે જે કંઈ કરીએ એમ રાષ્ટ્ર પ્રથમ નંબરે હોવું જોઈએ અને બીજા નંબરે પણ રાષ્ટ્ર જ હોવો જોઈએ. શિક્ષક તરીકેનો વ્યવસાય અતિ ઉત્તમ અને પવિત્ર છે,શિક્ષકો દ્વારા જ વર્ગખંડોમાં ભારતના ઉત્તમ ભાવીનું ઘડતર થઈ રહ્યું છે. સ્વામી વિવેકાનંદજી અને સુભાષચંદ્ર બોઝ જેવા મહા માનવોનો રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્ભક્તિ, રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ પ્રત્યેનું સમર્પણ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીને વિદ્યાર્થીઓને ઉત્તમ ચારિત્ર્યવાન બનાવવાનું કામ શિક્ષકોના હાથમાં છે,વગેરે વાતો દ્વારા વક્તાઓએ કર્તવ્ય બોધ આપ્યો હતો.

 

આ કાર્યક્રમમાં વાંકાનેર ખાતે મહાવીરસિંહ ઝાલા અગ્રણી યુવરાજસિંહ વાળા, કે.ની. દિનેશભાઈ વડસોલા, અશોકભાઈ સતાસિયા, નવઘનભાઈ દેગામા વગેરે કાર્યકર્તા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમજ મોરબી ખાતે સી.સી.કાવર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી ચિરાગભાઈ આદ્રોજા બી.આર.સી.કો.ઓ.મોરબી કિરણભાઈ કાચરોલા મંત્રી, પ્રદીપભાઈ કુવાડિયા, કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ સંદીપભાઈ લોરીયા વગેરેએ હાજર રહી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યોને બિરદાવ્યા હતા.કર્તવ્ય બોધ દિવસ ઉજવણીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર લખાયેલ પુસ્તક રાષ્ટ્ર પુરુષ પુસ્તક મોરબી જિલ્લાની 600 શાળામાં અર્પણ કરવાનું હોય પ્રતિક રૂપે મહાનુભાવોના વરદ હસ્તે જૂદી જુદી શાળાઓના આચાર્યોને અર્પણ કરવામાં આવેલ હતું. આગામી શનિવારના તોજ હળવદ, માળિયા અને ટંકારા તાલુકામાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!