Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જીલ્લા પોલીસની કાર્યવાહી:દારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે...

મોરબી જીલ્લા પોલીસની કાર્યવાહી:દારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી જીલ્લા પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટમાં મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને અનુસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે એક સાથે પાંચ બુટલેગરોના પાસા વોરંટ ઇસ્યુ કરતા મોરબી જીલ્લા પોલીસ ટીમે અલગ અલગ ટીમો બનાવી પાંચેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી શાંતિપુર્ણ અને ભયમુકત વાતાવરણમાં યોજાય અને આર્દશ આચાર સહિતાનો અમલ થાય. તે હેતુથી મોરબી જીલ્લા એલ.સી.બી.તથા તમામ પોલીસ થાણા અધિકારીઓને પ્રોહિબીશનની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના કરતા એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ મથકના પીઆઇ, પીએસઆઈએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ પાંચ બુટલેગરો વિરુધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હતા. મેજિસ્ટ્રેટ દ્વારા ઇસ્યુ કરે પાસા વોરંટની બજવણી અન્વયે આરોપીઓની તાત્કાલિક અટકાયત કરવા મોરબી જીલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને પકડી પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

જેમાં આરોપી સિંકદર ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર ઉવ-૨૨ રહે.મોરબી વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ, મુળ રહે.કાંજરડા તા.માળીયા મી.જી.મોરબીની પાસા તળે અટકાયત કરી પોરબંદર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે ટીવી j રીતે અન્ય આરોપી સાહિલ ઉર્ફે સવો રહેમાનભાઇ ચાનીયા ઉવ-૨૦ રહે.મોરબી કાલીકાપ્લોટને અમદાવાદ જેલમાં, આરોપી હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા ઉવ-૨૪ રહે.મોરબી, કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરાને લાજપોર સુરત જેલમાં, આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા ઉવ-૨૪ રહે.અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબીને વડોદરા ખાતે જેલ હવાલે તેમજ કિશનભાઇ પ્રવિણભાઇ લવા ઉવ-૨૩ રહે.જેપુર ત્રીમંદિર સામે, બ્રહ્મપુરી મોરબીને વડોદરા જેલ હવાલે કરાયા છે.

ઉપરોક્ત સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, સીટી એ ડિવિઝન પીઆઈ એચ.એ.જાડેજા, બી ડિવિઝન પીઆઇ કે.એમ.છાસીયા, એલસીબી પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઈ.પટેલ, વાંકાનેટ તાલુકા પીઆઈઆઈ એલ.એ.ભરગા તથા મોરબી જીલ્લા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!