રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન સાથે પોલીસ અધિકારીએ હળવદ પોલીસ લાઇન ની મુલાકાત લીધી હતી. તેમજ પોલીસ લાઈન ના પ્રશ્નો જાણી તેના નિરાકરણ માટે સૂચના આપી હતી. તેમજ બાળકો માટે અલગ અલગ સાધનો વિકસાવવા અને મહિલાઓ માટે પ્રવૃત્તિઓ કરવી તેમ નક્કી કરી મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું જે બાદ પોલીસ અધિકારીએ લાઈન વિજીટ પૂર્ણ કરી હતી.
હળવદ પોલીસ સ્ટેશનની પોલીસ લાઈન ની મુલાકાત પોલીસ અધિકારી દ્વારા લેવામાં આવી હતી. જેમાં રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન સાથે પોલીસ અધિકારીએ પોલીસ લાઈન ની લાઇવ વિઝિટ કરી પોલીસ લાઈન ના પ્રશ્નો જાણી પ્રશ્નોના નિરાકરણ માટે સૂચના આપી છે. તેમજ બાળકોને રમત ગમત માં રુચિ પડે તે માટે અલગ અલગ કોચિંગ ક્લાસ અને રમત ગમતના સાધનો વિકસાવવું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ મહિલાઓ માટે અલગ અલગ પ્રવૃત્તિ વિચારવામાં આવી છે. પોલીસ લાઈનમાં નાના મોટા તહેવારોની ઉજવણી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લાઈન વિઝીટ કરી અલગ અલગ બ્લોકની મુલાકાત લઈ અંતે મહિલા સંમેલન રાખી લાઈન વિઝીટ પૂર્ણ કરવામાં આવી હતી.