Wednesday, December 4, 2024
HomeGujaratAIIMS રાજકોટ ખાતે કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રથમ એકેડેમિક...

AIIMS રાજકોટ ખાતે કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રથમ એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ઇ-શુભારંભ : પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓએ MBBSમાં પ્રવેશ મેળવ્યો

નવી દિલ્હીથી કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં અને ગાંધીનગરથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં આજે રાજકોટ AIIMSના એકેડેમિક સેશન ૨૦૨૦-૨૧નો ઇ-શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ બેંચમાં ૫૦ વિદ્યાર્થીઓએ NEETના માધ્યમથી MBBSમાં પ્રવેશ મેળવ્યો છે.

- Advertisement -
- Advertisement -

-: કેન્દ્રિય મંત્રી ડૉ. હર્ષવર્ધન :-

• વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું લક્ષ્યાંક
• ભારતમાં હાલ MBBSની અંદાજે ૪૨,૪૦૦થી વધુ બેઠકો ઉપલબ્ધ
• કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય WHOના લક્ષ્યાંક મુજબ આરોગ્ય સેવા ભારતમાં ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ
• તમામ નવી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી હેલ્થ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
• AIIMS રાજકોટના પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે

-: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી :-

• વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતની વર્ષો જૂની AIIMSની માંગણી પૂર્ણ કરી છે.
• ગુજરાત સરકારે AIIMS માટે જરૂરી જમીન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.
• AIIMS રાજકોટનો શિલાન્યાસ આગામી સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાશે
• ગુજરાતમાં AIIMSના નિર્માણથી સામાન્ય માનવીને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ મળશે.
• વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં IIT, IIM, AIIMS જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સતત વધારો.
• ગુજરાતમાં અગાઉ માત્ર ૧૦ યુનિવર્સિટીઓ જ્યારે આજે ૭૦ યુનિવર્સિટીઓ કાર્યરત.
• ગુજરાતના વિદ્યાર્થીઓને હવે તબીબી અભ્યાસ માટે અન્ય રાજ્યોમાં જવું નહી પડે.
• ૨૧મી સદી જ્ઞાનની સદી એટલે કે ભારતની સદી છે.
• AIIMS રાજકોટમાં MBBSમાં પ્રવેશ મેળવનાર તમામ ૫૦ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

-: કેન્દ્રિય આરોગ્ય રાજ્ય મંત્રી અશ્વિનીકુમાર ચોબે :-

• ગુજરાતમાં AIIMSનો પ્રારંભ એ આરોગ્ય ક્ષેત્રે નવી ક્ષિતિજો સર કરશે.
• પૂર્વ વડાપ્રધાન અટલજીનું તમામ રાજ્યોમાં AIIMSનું સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે.
• નર સેવા થકી નારાયણ સેવાનું સ્વપ્ન સાકાર કરીશું.
• MBBS વિદ્યાર્થીઓને અભિનંદન આપતા મંત્રી અશ્વિનીકુમાર ચોબે

-: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ :-

• વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ AIIMS આપીને સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર કર્યું છે.
• તમામ જિલ્લામાં મેડિકલ કોલેજોની મંજૂરી આપવાનું કાર્ય શરૂ થઇ ગયું છે.
• AIIMS રાજકોટના વિદ્યાર્થીઓ ગુજરાત, ભારત અને વિશ્વમાં તબીબી ક્ષેત્રે નામના મેળવે તેવી શુભેચ્છાઓ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

રાજકોટ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરીને AIIMSની પ્રથમ બેંચના ૫૦ MBBSના વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. જ્યારે AIIMS રાજકોટના પ્રમુખ ડૉ. પી. કે. દવેએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.

આ પ્રસંગે કાર્યક્રમના સ્થળ ખાતે સાંસદ પૂનમબેન માડમ, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ, જ્યારે રાજકોટ ખાતે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ, AIIMS રાજકોટ અને AIIMS જોધપુરના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ ઓનલાઇનના માધ્યમથી જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!