કાળમુખા કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સંભવિત આ લહેર દરમિયાન આરોગ્ય વ્યવસ્થામાં ખામી ન સર્જાઈ તેવા ભાવ સાથે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે મોરબીમાં સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પાલન્ટનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં અગાઉ કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની મોટી ઉણપ સર્જાઈ હતી.જેના કારણે હજારો દર્દીઓ હેરાન થયા હતા અને અમુક લોકોને ઓક્સિજનના અભાવે જીવ ગુમાવવા પડ્યા હતા.ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓના નિવારણ અને ઓક્સિજનની અછત પુરી કરવા માટે આજે ઓક્સિજન પ્લાન્ટનું લોકર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટે મહત્વની સુવિધાઓ વધારવા આવી છે. જેના ભાગરૂપે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજયમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.