શક્તિનગરની બહેનો રણચંડી બની મામલતદાર કચેરી પહોચી તાત્કાલિક પાણી પશ્ર્ન ઉકેલવા આવેદન આપી જો પાણી નહી તો વોટ નહી અને નેતાને ગામમાં આવવાની સખ્ત મનાઈ ફરમાવાની ચિમકી ઉચ્ચારી
ટંકારા તાલુકાના વિરવાવ ગામે હેઠળ આવતા શક્તિનગર આંબેડકર નગર સહિતના વિસ્તારોમાં પાણીની પરોજણ છેલ્લા ત્રણેક વર્ષથી માથાનો દુખાવો બની હોવા છતાં લગત તંત્ર ના પેટનું પાણી હલતું ન હોય 300 જેટલા પશુઓ સાથે પરીવાર ના સદસ્ય તથા આંગણવાડી પ્રાથમિક શાળા સહિતના બાળકો પાણી માટે દરબદર વલખા મારતા હોય સરકાર ના નળ થી જળ ની વાત અહી જુમલા માફક બની હોવાનું સામે આવતા શરમસાર થઈ ફોટા પડાવવા પહેલી હરોળમાં આવી જતા નેતા પાણી પશ્રને ક્યાય ડોકાયા ન હતા ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ માઈગ્રેડ બની જાય એ પહેલાં પાણી પશ્રન હલ કરવા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા પશ્ર્ન ની ગંભીરતા સમજી તાકીદે પાણી પુરવઠા વિભાગના અધિકારીને સુચના આપી આ બાબતે ઝડપથી નિકાલ કરવા સુચના આપી હતી.