રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા મોરબી શહેરમાં આવેલ રણછોડનગર મેઇન રોડ ઉપરથી પરપ્રાંતીય ઇસમને ગેરકાયદેસર હથિયાર તમંચો તથા બ3 જીવતા કાર્ટીઝ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી બાતમી હકિકત મળેલ કે, અજયકુમાર મનભરણ સિંઘ (રાજપુત) (રહે હાલ મોરબી) ગેરકાયેસર હથિયાર તમંચા સાથે રણછોડ નગર મેઇન રોડ, અમૃત પાર્ક, ખોડીયાર ડેરીફાર્મ પાસે હોવાની હકીકત આધારે એસ.ઓ.જી. ટીમે હકીકત વાળી જગ્યાએ જઇ વોચ કરતા અજયકુમાર મનભરણ સીંધ (રાજપુત) (રહે નવો પ્લોટ વિસ્તાર લાલપર તા.જિ.મોરબી હાલ રહે રણછોડનગર સેન્ટમેરી સ્કુલ પાછળ મોરબી તા.જિ.મોરબી મુળ રહે ગામ બેલાડી થાના ઉજીયારપુર જિ.સમસ્તીપુર (બીહાર)) નામનો શખ્સ રૂ.૧૦,૦૦૦/-ની કિંમતના ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો હથિયાર તમંચો તથા રૂ.૪૦૦/-ની કિંમતના ૨ જીવતા કાર્ટીઝ મળી કુલ રૂપિયા ૧૦,૪૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી કરી અટક કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ કિશોરદાન ગઢવી, રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઇ જોગરાજીયા તથા હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા તથા મનસુખભાઇ દેગામડીયા તથા શેખાભાઇ મોરી તથા કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઈ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ વિગેરે જોડાયેલ હતા.