પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયા દ્વારા અધિકારીઓની આંતરીક બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં પૂર્વ કચ્છ એલસીબી ને લાંબા સમય બાદ કાયમી પીઆઇની નિમણુંક કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયા દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે જેમાં એસ.એસ. દેસાઈને એલસીબીના વધારાના ચાર્જમાંથી મુક્ત કરી રાપરના પીઆઈ એમ.એન. રાણાની એલસીબી પીઆઈ તરીકે,બી ડિવિઝન પીઆઈ કે.પી. સાગઠીયાની કંડલા એરપોર્ટ,રાપર પીઆઈ એમ.એન. રાણાની ગુનાશોધક શાખા પીઆઈ,વી.કે. ગઢવીને રાપર ઈન્ચાર્જ,સાયબર ક્રાઈમના પીઆઈ પી.એન. ઝીંઝુવાડીયાને કંડલા એરપોર્ટ, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એચ.કે. હુંબલની મહિલા પોલીસ સ્ટેશન, એ.બી. પટેલ ગાંધીધામ એ ડિવિઝન, સીપીઆઈ અંજાર એસ.એન. કરંગીયાની ભચાઉ,આર.આર. વસાવાને લાકડીયા,મહિલા ગુના નિવારણ શાખાના પીઆઈ એ.જી. સોલંકીને સાયબરમાં, લાકડીયાના એમ.એન. દવેની એલઆઈબીમાં ,કંડલા મરીન પીઆઈ સી.ટી. દેસાઈની અંજાર સીપીઆઈ તરીકે ,કંડલા મરીનનો ચાર્જ કંડલા એરપોર્ટના એમ.એમ. જાડેજાને સોંપવામાં આવ્યો છે જ્યારે એન.એમ. ચુડાસમાને લિવ રિઝર્વમાંથી બદલીને મહિલા ગુના નિવારણ શાખામાં જયારે એસ.ડી. સિસોદીયાની એએચટીયુમાં બદલી કરવામાં આવી છે.