રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગવાને કારણે ૨૮ માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે.જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજકોટ સીપી રાજૂ ભાર્ગવની બદલી કરી વેતિગ ફોર પોસ્ટીગ આપવામાં આવ્યું છે તેમની જગ્યાએ બ્રજેશકુમાર ઝા ને મૂકવામાં આવ્યા છે ત્યારે એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ ટ્રાફિક વિધિ ચૌધરીની બદલી કરી તેમને પણ પોસ્ટિંગ અપાયું નથી જો કે તેમની જગ્યાએ કચ્છ ભુજ આઇજી મહેન્દ્ર કુમાર બગરિયાને મૂકવામાં આવ્યા છે ,ઝોન2 ડીસીપી સુધીર કુમાર દેસાઈ ની બદલી કરી ને તેઓને પણ પોસ્તિંગ અપાયું નથી તેમની જગ્યાએ વડોદરા જેલ એસ્પી જગદીશ બાંગરવા ને મૂકવામાં આવ્યા છે અને એટલું જ નહિ આ સાથે જ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ ની બદલી કરી ને તેમની જગ્યાએ ડી.પી.દેસાઈ ને મૂકવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઘટના ની ગંભીરતા ને જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હર્ષ સંઘવી એ આખી રાત ઘટનાની તલે તલ ની માહિતી મેળવી હતી ત્યારે આજે અચાનક જ પોલીસ અને મ્યુનિસપિલ કોર્પોરેશન ના અધિકારીઓ ની બદલી કરી દેવામાં આવતા અનેક તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ પોલીસે પકડેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે.