લોકો તહેવારોની ઉજવણીની વધુ ઇકો-ફ્રેન્ડલી રીત તરફ ધીમે ધીમે સંક્રમણ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, ઇકો ફ્રેન્ડલી ગણપતિ શણગાર પરંપરાગત શણગારના લોકપ્રિય વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે.
ત્યારે મોરબીમાં રોટરી ક્લબ દ્વારા એક અનોખા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈકો-ફ્રેન્ડલી ગણપતિ બનાવતા શીખવાડવામાં આવ્યું હતું.
ગઈકાલે 28-8-2022 અને રવિવારે રોટરી ક્લબ મોરબી દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટિસ્ટ કમલેશભાઈ નગવાડીયા દ્વારા માટીના ગણપતિ બનાવતા શીખવાડવામાં આવ્યું હતું. જે કાર્યક્રમનો 30 થી 40 જેટલા લોકોએ લાભ લીધો હતો. ત્યારે આ પ્રોજેક્ટનાં ચેરમેન અમિતભાઇ પટેલ, સિદ્ધાર્થભાઈ જોષી, ઈન્ટરેક્ટ પ્રમુખ મીત મહેતા અને તેમની ટીમ રોટરી મેમ્બર્સ રવીનભાઈ, હરીશભાઈ શેઠ, બંશીબેન શેઠ સહિતનાઓનાં સહયોગથી ઓમશાંતિ વિદ્યાલય ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.