Saturday, June 29, 2024
HomeGujaratમોરબી અને હળવદના ધારાસભ્યોની ચેતવણીની અસર:હળવદમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી પાણી ચોરી...

મોરબી અને હળવદના ધારાસભ્યોની ચેતવણીની અસર:હળવદમાં પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી પાણી ચોરી કરતા 52 લોકો સામે પાણી પુરવઠા અધિકારીએ ફરિયાદ નોંધાવી

હળવદમાં ગુજરાત પાણી પુરવઠાની પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ કરી ગેરકાયદેસર રીતે જોડાણ લઇ પાણી ચોરીની અલગ અલગ બે ફરિયાદમાં પાણી ચોરી કરનાર કુલ ૫૨(બાવન) આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. જેમાં હળવદથી દેવળીયા થઈ સુરવદ ગામ વિસ્તાર તથા હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં ૩૯ તથા ખેતાવાવથી મિયાણી ગામ થઈ જોગડ અને નવા ઘાટીલા વચ્ચેના ગામ વિસ્તારમાં ૧૩ એમ કુલ ૫૨(બાવન) પાણી ચોરી કરનાર સામે બે અલગ અલગ ફરિયાદ નોંધાવતા હળવદ પંથકમાં ખળભળાટ મચ્યો છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ ફરિયાદની મળતી વિગતો મુજબ ગુજરાત પાણી પુરવઠા તેમજ ગટર યોજનામાં પાણી વિતરણ અને નિભાવણીનો કોન્ટ્રાક્ટ ધરાવતા મારૂ કંટ્રકશનના મનસુખભાઈ છગનભાઈ મારૂ ઉવ.૫૨ રહે. રાજસિતાપુર તા.ધ્રાગધ્રા જી.સુરેનન્દ્રનગરએ હળવદ પોલીસ મથકમાં કુલ ૩૯ આરોપીઓ સામે પીવાના પાણીની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં (૧) પવનસુત પોલીમસ હળવદ ના કબ્જેદાર તથા નં (૨) નસીબભાઈ સુરેશભાઈ નાડીયા (૩) ખીમાભાઈ બચુભાઈ નાડીયા (૪) કૈલાસ મારવાડી જી.ઈ.બી.કોન્ટ્રાક્ટર (૫) માવજી કાનજી પ્રજાપતી (૬) કિશોરભાઈ રોહીત (૭) ચતુરભાઈ મહારાજ (૮) કાનાભાઈ શીવાભાઈ દેવીપુજક (૯) ધારાભાઈ મોહનભાઈ જબાડીયા (૧૦) કેશુભાઈ શંભુભાઈ દેવીપુજક (૧૧) રવાભાઈ કેશુભાઈ દેવીપુજક (૧૨) રમાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૩) હિરાભાઈ બાબુભાઈ દેવીપુજક (૧૪) મૈયલાભાઈ ધારાભાઈ દેવીપુજક (૧૫) જલાભાઈ ભરવાડ (૧૬) મુકેશભાઈ ભરવાડ (૧૭) અનિલભાઈ બચુભાઈ મકવાણા (૧૮) રમેશભાઈ કાનજીભાઈ ઠાકોર (૧૯) પુનમભાઈ દેવાભાઈ નાડીયા (૨૦) શીવાભાઈ મણીભાઈ મકવાણા (૨૧) જીતુભાઈ રામજીભાઈ નાડીયા (૨૨) અરવિંદભાઈ ભગુભાઈ નાડીયા (૨૩) દિનેશભાઈ ભગુભાઈ નાડીયા (૨૪) દિલીપ ભગા ઠાકોર (૨૫) સંજયભાઈ ગોરધનભાઈ (૨૬) સાંદિપની હોસ્ટેલ તથા સાંદિપની સ્કુલના કબ્જેદાર (૨૭) એન્ટ્રેલીયા કંપનીના કબ્જેદાર (૨૮) બેસ્ટ એગ્રો હળવદ ના કબ્જેદાર (૨૯) એવરેસ્ટ પ્રોટીન હળવદ હાઈવેના કબ્જેદાર (૩૦) સલીમા એક્ટપોટના કબ્જેદાર (૩૧) જય વડવાળા ફાર્મ (૩૨) નરેશભાઈ નટવરભાઈ હળવદ હાઈવે વાડી (૩૩) ભાવેશભાઈ મોહનભાઈ વાડી(૩૪) બાજુભાઈ જેસીગભાઈ (૩૫) રાજુભાઈ સિંધભાઈ દેવીપુજક (૩૬) ભનાભાઈ સિંધાભાઈ દેવીપુજક (૩૭) વશરામભાઈ સિંધાભાઈ (૩૮) સિધાભાઈ જેસીગભાઈ દેવીપુજક (૩૯) સિધાભાઈ મલ્લાભાઈ દેવીપુજક જેઓના નામ સરનામાની ખબર નથી તેની સામે ફરિયાદ નોંધાવી કે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા એન.સી.ડી-૪ ના ગૃપ ૯,૧૦,૧૧ જુથ યોજનાના હળવદ તાલુકાના ૨૪ ગામ અને બે પરામાં પીવાના પાણીનુ વિતરણ અને મરામત નિભાવવાની કામગીરી મારૂ કન્ટ્રકસન દ્રારા કરવામાં આવતી હોય ત્યારે આ યોજનામાં હળવદથી વેગડવાવ તથા હળવદથી દેવળીયા થઈ સુરવદર સરકારી પીવાના પાણીની પાઈપ લાઈનમાં ઉપરોક્ત ૩૯ આરોપીઓએ અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરી સરકારી મીલકતને નુકશાન કરી પાણીની ચોરી કર્યાનું સામે આવ્યું છે જે મુજબની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ધિ પ્રિવિસન્સ ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપટી એક્ટની કલમ તથા ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ અધિનિયમ) -૨૦૧૯ ની કલમ ૧૦(૧)(I), ૧૧(૬) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી ફરિયાદમાં ખેતાવાવથી મિયાણી ગામ થઈ જોગડ અને નવા ઘાટીલા જતી સરકારી પીવાના પાણીની પાઈપ લાઈનનો સ્ટ્રલીંગ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સીને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્રારા બ્રાહ્મણી-૨ ડેમ એન.સી.ડી-૪ સુધારણા અન્વયે હળવદ વિસ્તારના બ્રાહ્મણી-૨ ડેમ વિસ્તારમાં આવતા ગામડાઓમાં પીવાના પાણીનુ વિતરણ અને મરામતની નિભાવણીનુ સ્ટ્રલીગ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સી દ્રારા કરવામાં આવતી હોય છે ત્યારે આ યોજનામાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ભંગાણ કરી અનઅધિકૃત જોડાણ કરતા આરોપીઓ (૧) પ્રવિણભાઈ બાવરવા સાબુની ફેક્ટરી ગામ-ઘનશ્યામગઢ, (૨) પ્રવિણભાઈ ત્રિકમભાઈની વાડી ગામ-અજીતગઢ (૩) હિરણભાઈ રબારીની વાડીએ ગામ-ખોડ (૪) હરેશભાઈ દિલુભાઈ કુરીયા ગામ-મિયાણી (૫) વિપુલભાઈ રણછોડભાઈ રંભાણી ગામ-મિયાણી (૬) બાબુભાઈ ગણેશભાઈ પટેલ લીબુનો બગીચો ગામ-અજીતગઢ (૭) ભિખાભાઈ મનજીભાઈ પટેલ વાડી ગામ-અજીતગઢ (૮) નારણભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ-જુના અમરાપર (૯) સંધાભાઈ ભુદરભાઈ દલવાડીની વાડી ગામ-મિયાણી (૧૦) નાથાભાઈ આહીરની વાડી ગામ-મિયાણી (૧૧) અજયભાઈ ભરવાડ રેતી પ્લાન્ટ ગામ-મિયાણી (૧૨) હિતેશભાઈ પટેલ સિમેન્ટના થાભલાનુ કારખાનુ ગામ-અજીતગઢ (૧૩) ચતુરભાઈ માંડણભાઈ રંભાણી વાડી ગામ-ચાડધ્રા એ સરકારી મીલકતને નુકશાન કરી પાણીની ચોરી કરી હોવાની સ્ટ્રલીગ ઈન્ફ્રાસ્ટ્રકચર એજન્સીના કોન્ટ્રાકટર વિપુલભાઈ શામજીભાઈ વેકરીયા ઉવ.૪૩ રહે. રાજકોટ સંસ્કાર સીટી મવડી બાયપાસ રોડ તા.જી.રાજકોટ મુળ ગામ- ત્રંબા તા.જી.રાજકોટ દ્વારા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે કુલ ૧૩ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદમાં અલગ અલગ બે ફરિયાદમાં ગુજરાત પાણી પુરવઠાની પીવાના પાણીની પાઇપ લાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી પાણી ચોરી કરનાર સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયતી પગલાં લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!