Thursday, October 10, 2024
HomeGujaratજેતપર-અણિયારી રોડનું રિપેરિંગ તાત્કાલિક ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉઠાવેલ જહેમત રંગ...

જેતપર-અણિયારી રોડનું રિપેરિંગ તાત્કાલિક ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઉઠાવેલ જહેમત રંગ લાવી

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જેતપર થી અણિયારી સુધીના માર્ગમાં તાજેતરમાં વાવાઝોડાને લીધે આવેલ વરસાદને કારણે રસ્તો બિસ્માર થઈ જતાં આ રસ્તા ઉપરથી પસાર થતાં વાહનચાલકોને પડતી હાલાકી નિવારવા અણિયારીના સરપંચ દીપકભાઈ દઢાણીયા, જિલ્લા પંચાયતના કોપ્ટ સભ્ય કેતનભાઈ વિડજા (જૂના ઘાંટીલા), જિલ્લા પંચાયતના સભ્ય અજયભાઇ લોરીયા, ખાખરેચીના આર. કે. પારજિયા, કુંભારિયાના સરપંચ કાંતિલાલ દેત્રોજા, તાલુકા પંચાયત સભ્ય પ્રવિણભાઈ અવાડિયા, વેજલપરના અગ્રણી સુખુભા અને અનિલભાઇ કૈલા સહિતનાઓ દ્વારા રજૂઆત કરી હતી કે આ જેતપર-અણિયારી રોડ ઉપર ધાંટીલા, વેજલપર, ખાખરેચી, કુંભારિયા, વેણાસર, રોહિશાળા વગેરે ગામોનો ખૂબ ટ્રાફિક રહે છે આ પંથકના ગામોના વાહનચાલકોને આ બિસ્માર રસ્તાને કારણે ખૂબ હાલાકી પડે છે તે અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ રજૂઆતો કરતાં ધારાસભ્ય દ્વારા માર્ગ-મકાન વિભાગના સબંધિત ઇજનેરોને તાકીદ કરી હતી જે અન્વયે નાયબ કાર્યપાલક ઈજનેર હિતેષભાઈ આદ્રોજાએ તાકીદે વ્યવસ્થા ગોઠવીને આ રસ્તાનું સમારકામ શરૂ કરાવ્યું છે. તેમજ પીપળી રોડ ઉપરની મરામતની કામગીરી પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!