Thursday, December 26, 2024
HomeGujaratટંકારાથી 21 પશુઓને ભરીને જતી આઇશર સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પરથી ઝડપાઇ, બે...

ટંકારાથી 21 પશુઓને ભરીને જતી આઇશર સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પરથી ઝડપાઇ, બે શખ્સો ઝબ્બે

ટંકારા : સુરેન્દ્રનગરના બજાણા પોલિસે બાતમીના આધારે મોરબીના ટંકારાથી આવતી આઇશરમાંથી દોરડા વડે ક્રૂર રીતે બાંધીને લઇ જવાતી 21 પાડીને બચાવાઇ હતી. પોલિસે આઇશર ગાડી સાથે બે આરોપીને ઝબ્બે કરી બચાવાયેલી પાડીને પાંજરાપોળમાં મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

બજાણા પોલિસ મથકના સ્ટાફે મોરબીના ટંકારાથી માલવણ હાઇવે પરથી આવતી આઇશર નં.GJ-3-9227 નો ફિલ્મી ઢબે પીછો કરી આઇશરને આંતરી હતી. આ આઇશરમાં દોરડા વડે ક્રુર રીતે ખોરાક, પાણી અને ઘાસચારાની સગવડ વગર બાંધેલી પાડી જીવ નંગ 21ને બચાવી લેવામાં આવી હતી. બજાણા પોલિસે આઇશર સાથે બે આરોપી ફરહાન અનવરભાઇ પીલુડીયા અને ઇમરાન અકબરભાઇ ઓઢા (રહે બંને ટંકારા)ને ઝબ્બે કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!