Thursday, July 16, 2026
HomeGujaratમુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સર્વાઇકલ કેન્સરની રસી માટે ૩૦ દીકરીઓને બીજો ડોઝ...

મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સર્વાઇકલ કેન્સરની રસી માટે ૩૦ દીકરીઓને બીજો ડોઝ વિનામૂલ્યે અપાયો

મોરબી: મહિલા આરોગ્ય અને કેન્સર નિવારણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા ૩૦ દીકરીઓને સર્વાઇકલ કેન્સર (HPV) રસીકરણ માટે દત્તક લેવામાં આવી હતી. આ અંતર્ગત ૯ થી ૧૪ વર્ષની તમામ ૩૦ દીકરીઓને HPV રસીનો બીજો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યો. અગાઉ આ દીકરીઓને પહેલો ડોઝ પણ ફ્રી માં સંસ્થા તરફથી અપાયો હતો.

- Advertisement -
- Advertisement -

સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી દીકરીઓને ભવિષ્યમાં સુરક્ષા મળે તે માટે સોસાયટી દ્વારા પ્રથમ ડોઝ બાદ નિર્ધારિત સમયગાળા મુજબ બીજો ડોઝ પણ સફળતાપૂર્વક અપાયો હતો. આ રસીકરણથી દીકરીઓના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

મુસ્કાન વેલ્ફેર સોસાયટી સંસ્થાએ જણાવ્યું હતું કે, દીકરીઓનું આરોગ્યએ સમાજની સૌથી મોટી સંપત્તિ છે. સમયસરનું રસીકરણ અનેક ગંભીર બીમારીઓ સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. તેથી દરેક વાલીએ પોતાની ૯ થી ૧૪ વર્ષની દીકરીઓના HPV રસીકરણ અંગે જાગૃત બની જરૂરી પગલાં લેવા જોઈએ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!