આ વર્ષે હિન્દુ અને મુસ્લિમ સમાજના બે તહેવારો એક જ દિવસ આજે તા.28 સપ્ટેમ્બરને ગુરૂવારે આવતા અનોઓ સંયોગ રચાયો છે. આજે અનંત ચતુદર્શી હોવાથી ઠેર ઠેર ગણેશ વિસર્જન યાત્રા યોજાઈ રહી છે. જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મોરબીમાં ઈદ અને ગણેશ વિસર્જન એક દિવસે ઉજવણી કરવામાં આવી છે. જેને લઇ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ખાસ શી ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. મોરબી એ ડિવિઝન પીઆઇ એચ. એ.જાડેજા સહિતનો કાફલો પણ ખડેપગે રહેશે. અને ઈદ અને ગણેશ વિસર્જનમાં કોઈ ઘટના કે અન્ય બનાવ ન બને એ માટે પી.આઈ ટીમનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કાર્યક્રમો ન પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમજ રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં બનતી ઘટનાઓને લઈને પોલીસ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.