Friday, January 23, 2026
HomeGujaratહળવદ જીઆઇડીસીમાં ગૌમાંસ રાંધવાના મામલે આઠ સામે ગુનો નોંધાયો

હળવદ જીઆઇડીસીમાં ગૌમાંસ રાંધવાના મામલે આઠ સામે ગુનો નોંધાયો

ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની મુલાકાત લઈ કાર્યવાહી શરૂ કરી

- Advertisement -
- Advertisement -

હળવદ જીઆઇડીસીમાં આવેલ રોશની કેર મીઠાની કંપનીના મજૂર ક્વાર્ટસમાં ગૌમાંસ રાંધવામાં આવતું હોવાની માહિતી મળતા હળવદ પોલીસ હરકતમાં આવી હતી. ડીવાયએસપી સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ગૌવંશ સંરક્ષણ કાયદા સહિત વિવિધ કલમો હેઠળ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.

હળવદ ટાઉનમાં ગૌમાંસ રાંધવાના બનાવ અંગે હળવદ સહિત સમગ્ર જીલ્લામાં ચકચાર ફેલાયો છે.જે બનાવની ફરિયાદ મુજબ હળવદના શિવ બંગલોઝમાં રહેતા ફરિયાદી કિરણકુમાર રજનીકાંત પંડયા ઉવ.૪૦ એ હળવદ પોલીસ મથકમાં આરોપી (૧)અલીમ ફકીરશા, (૨)આમીન નસીરખાન સૈયદ, (૩)યુનુશઅલી સુલતાનઅલી સૈયદ, (૪)સલમાબેન રાજઅલી, (૫)રૂક્ષાર આમીન, (૬)અનીસા નાઇદરસીદ સૈયદ તમામ રહે. હળવદ જી.આઇ.ડી.સી.રોશની કેર નામના મીઠાના કારખાનાના મજૂર ક્વાર્ટસ તા. હળવદ તેમજ આરોપી (૭)ઇકબાલ જમાલભાઈ ખાટકી રહે. ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર અને (૮)યાસીનભાઈ રહીમભાઈ ઘાંચી રહે.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલે તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ રોશની કેર મીઠાની કંપનીના મજૂર ક્વાર્ટસ તથા ધાબા ઉપર આરોપી અલીમ ફકીરશા, આમીન નસીરખાન સૈયદ, યુનુશઅલી સુલતાનઅલી સૈયદ, સલમાબેન રાજઅલી, રૂક્ષાર આમીન, અનીસા નાઇદરસીદ સૈયદે આરોપી ઇકબાલ જમાલભાઈ ખાટકી પાસેથી કાયદાથી પ્રતિબંધિત ગૌવંશનું માંસ ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટે મંગાવ્યું હતું. આ માંસને વાસણોમાં બાફી તથા રાંધી ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત આરોપી યાસીનભાઈ રહીમભાઈ ઘાંચીએ પોતાના કબજા ભોગવટાના રહેણાંક રૂમ તથા ધાબા ઉપર ગૌમાંસ અને તેના અવશેષો રાખવાની સુવિધા પુરી પાડી હતી. આ રીતે તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરામાં સામેલ થઈ ગૌવંશ પશુનો નાશ અને બગાડ કરી એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ બનાવ સ્થળની મુલાકાત લઈ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનીયમ તથા ધી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનીયમની કલમો હેઠળ ગુનો નોંધી, હળવદ પીઆઇ આર.ટી. વ્યાસ દ્વારા આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!