મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બોની પાર્કમાં મારુતિ એપાર્ટમેન્ટની છત ઉપર શ્રાવણીયો જુગાર રમવા બેઠેલ ૮ મહિલાને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે આરોપી મહિલાઓ પાસેથી રોકડા ૩૪ હજારથી વધુની રોકડ જપ્ત કરી તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં હાલ શ્રાવણીયો જુગારની મોસમ ખીલી હોય તે રીતે જુગારીઓ જુગાર રમવા નવી નવી જગ્યાઓ શોધી ત્યાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમવા બેસતા હોય છે, ત્યારે આવા જ એક બનાવમાં રવાપર રોડ ઉપર બોની પાર્કમાં આવેલ મારુતિ એપાર્ટમેન્ટની છત ઉપર અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ, જે બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે એપાર્ટમેન્ટની છત ઉપર રેઇડ કરતા પૈસાની હારજીતનો જુગાર રમતા સંગીતાબેન રમેશભાઈ દેવરાજભાઈ કાસુન્દ્રા ઉવ.૩૦ રે. રવાપર બોનીપાર્ક શેરી નં.૭ મારૂતિ એપાર્ટમેન્ટ મુળ રે. પીઠડ તા. જોડીયા, ભારતીબેન કૈલાશભાઈ ડાંગર ઉવ.૪૨ રે. નવલખીરોડ યમુનાનગર મોરબી, સોનલબેન સુરેશભાઈ ગોસાઈ ઉવ.૩૭ રે. મહેન્દ્રપરા શેરી નં.૧૩ 13 મોરબી, હીરલબેન વિશાલભાઈ બરાસરા ઉવ.૨૮ રે. આલાપ રોડ રામકો બંગ્લોઝ મોરબી, જયશ્રીબા યુવરાજસિંહ ઝાલા ઉવ.૪૦ રે. વજેપર શેરી નં.૧ મોરબી, મીનાબા ધનશ્યામસિંહ વાઘેલા ઉવ.૫૪ રે. સામાકાંઠે અરૂણોદયનગર મોરબી, સંગીતાબેન કરશનભાઈ ઠકરાર ઉવ.૫૦ રે. વાઘરવા દરીયાલાલ મંદીર પાછળ, તા. માળીયા તથા ક્રિમાબેન પ્રભુભાઈ સોલંકી ઉવ.૪૫ રે. વાવડી રોડ સોમૈયા સોસાયટીની પાછળ નવલખી રોડ મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન પકડાયેલ મહિલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.૩૪,૩૦૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે