Friday, January 10, 2025
HomeGujaratમોરબી જીલ્લા પોલીસના જુગારના આઠ દરોડા,૧૦ મહિલા સહિત ૩૫ પત્તાપ્રેમીઓ ઝબ્બે

મોરબી જીલ્લા પોલીસના જુગારના આઠ દરોડા,૧૦ મહિલા સહિત ૩૫ પત્તાપ્રેમીઓ ઝબ્બે

મોરબી પંથક સહિત વાંકાનેર તથા હળવદમાં જીલ્લા પોલીસના જુદા જુદા પોલીસ મથકની ટીમ દ્વારા ૮ સ્થળોએ જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરોડામાં કુલ ૩૫ જુગારીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દારોડના રણછોડનગર શેરી નં.૪ માં જાહેરમાં જુગાર રમતી ૬ મહિલા પોલીસ ઝપટે ચડી હતી. જેમાં મધુબેન રવિભાઇ કરશનભાઇ ડાભી ઉવ.૪૬ રહે.નવલખી રોડ રણછોડનગર શેરી નં ૪, ભારતીબેન વિજયભાઇ માધુભાઇ ડાભી ઉવ.૩૫ રહે.રણછોડનગર શેરી નં.૪ મોરબી, કિરણબેન સંજયભાઇ જલાભાઇ જંજવાડીયા ઉવ.૩૫ રહે.રણછોડનગર શેરી નં.૪ મોરબી, મીનાબેન ભવાનભાઇ કોડરીયા ઉવ.૪૦ રહે.રણછોડનગર શેરી નં.૪ મોરબી, લાભુબેન ગીરધરભાઇ જીવાભાઇ ઘાટીલીયા ઉવ.૫૦ રહે.નવલખી રોડ સેન્ટમેરી ફાટક મોરબી, કાજલબેન રાજુભાઇ રામજીભાઇ ઘાટીલીયા ઉવ.૩૯ રહે.નવલખી રોડ સેન્ટમેરી ફાટક મોરબીને રોકડા રૂ.૨,૦૯૦/- સાથે ઝડપી લેવામાં આવી છે.

બીજા દરોડામાં મોરબીના ત્રાજપર ગામ અંદર છેલ્લી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા રવિભાઇ હિંમતભાઇ કુવરીયા ઉવ.૨૭ રહે.ત્રાજપર માનવંતી પાનની બાજુમાં, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ઉવ.૩૫ રહે. રહે.ત્રાજપર બેંકવાળી શેરી મોરબી, મંજુબેન વિરજીભાઇ પીપરીયા ઉવ.૬૫ રહે. ત્રાજપર શેરી નં.૫ મોરબી, બબીબેન જયંતીભાઇ મકવાણા ઉવ.૭૦ ત્રાજપર ઓરીએન્ટલ બેન્કવાળી શેરી, રૂપીબેન રમેશભાઇ વરાણીયા ઉવ.૫૮ રહે.ત્રાજપર ગામને રંગેહાથ પકડી લઈ રોકડા રૂ.૧૧,૭૦૦/-કબ્જે કર્યા હતા.

જ્યારે ત્રીજા દરોડામાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીસીપરામાં આવે રમેશ કોટન મીલમાં જાહેરમાં જુગાર રમતા ઇરફાનભાઇ રહીમભાઇ નારેજા ઉવ.૨૯ રહે.મોરબી વીસીપરા રમેશ કોટનમીલમા તથા સલીમભાઇ મહેબુબભાઇ ગોરી ઉવ.૨૭ રહે.મોરબી મતવા ચોક રબારી શેરીમાં વાળાને રોકડા રૂ.૧,૪૫૦/-સાથે અટક કરવામાં આવી હતી.

ચોથા દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી છાત્રાલય રોડ ઉપર આવેલ રામસેતુ એપાર્ટમેન્ટમાં જુગારની મહેફિલ કરી તીનપત્તીની મજા માણી રહેલા દુલેરાયભાઈ જીવરાજભાઈ અંબાણી ઉવ.૫૫ રહે.રામસેતુ એપાર્ટમેન્ટ બ્લોક નં.૪૦૧ સરદારનગર સોસાયટી મોરબી મુળરહે.થોરાળા તા.જી.મોરબી તથા ઉમેશભાઈ રામજીભાઈ મેરજા ઉવ.૩૨ રહે.જુના બગથળા નદીવાળા ઝાપા પાસેને રોકડા રૂ.૪૨,૫૦૦/- સાથે પકડી લઈ સીટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યારે પાંચમા દરોડામાં મોરબીના ગોરખીજડીયા ગામે તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા ગામા આવેલ રબારીવાસમાં જુગાર રમી રહેલા માવજીભાઇ મકનભાઇ કણઝારીયા ઉવ-૬૦ રહે-ગોર ખીજડીયા, સવજીભાઇ છગનભાઇ મોરડીયા ઉવ-૫૦ રહે-ગોર ખીજડીયા, ઠાકરશીભાઇ દેવરાજભાઇ ગોરીયા ઉવ-૫૪ રહે-ગોર ખીજડીયા, સુમારભાઇ જુસબભાઇ સુમરા ઉવ-૫૯ રહે-વનાળીયા તા-જી મોરબી, યુનુશભાઇ આમદભાઇ સુમરા ઉવ-૪૩ રહે-વનાળીયા તા-જી મોરબીવાળાની અટક કરવામાં આવી છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૨૫,૩૦૦/-નો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છઠ્ઠા દરોડાની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના ઘુંટુ ગામે તાલુકા પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં રૂપિયાની લેતી દેતી કરી જુગાર રમતા કુલ ત્રણ ઇસમોને પકડી લેવાયા હતા. જેમાં નારણભાઇ ઉર્ફે લાલજી દેવજીભાઇ માલકીયા ઉવ-૩૨, સાગરભાઇ દેવજીભાઇ માલકીયા ઉવ-૨૭ તથા અરવિંદભાઇ ચુનીલાલ સુરેલા ઉવ-૩૩ ત્રણેય રહે ઘુંટુગામ તા.જી.મોરબીવાળાની અટક કરી તેમની પાસેથી રોકડા ૧૦,૬૦૦/- કબ્જે કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સાતમા દરોડામાં વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે દેવીપૂજકવાસ વિસ્તારમાં જાહેરના જુગારની મજા માણી રહેલા તોફાનભાઇ બચુભાઇ ફુલતરીયા ઉવ.૩૦, પીન્ટુભાઇ માનસીંગભાઇ ફુલતરીયા ઉવ.૩૨, ભોલાભાઇ ઉર્ફે ઢોલો ધનજીભાઇ ફુલતરીયા ઉવ.૨૭, કરણભાઇ વિક્રમભાઇ ફુલતરીયા ઉવ.૨૪ તમામ રહે.વાલાસણ તા.વાંકાનેરને રૂ.૭,૨૩૦/-સાથે પકડી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે હળવદ પોલીસ દ્વારા ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ લાંબી ડેરી પાસે દરોડો ઓળતા તીનપત્તીનો જુગાર રમતા કુલ આઠ જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં રાજેશભાઇ ઉર્ફે રાજુ સવજીભાઇ ઝીંજુવાડીયા ઉવ.૩૫, જેસીંગભાઇ કરણાભાઇ ભુંભળીયા ઉવ.૩૫, સિંધાભાઇ પ્રેમજીભાઇ ભીમાણી ઉવ.૪૧, રોહીતભાઇ રમેશભાઇ મકવાણા ઉવ.૨૩, રામાભાઇ ઉર્ફે રામોજીલાભાઇ અજાણી ઉવ.૨૫, સુલતાનભાઇ દાઉદભાઇ ખલીફા ઉવ.૫૮, અલ્પેશભાઇ પ્રેમજીભાઇ ભીમાણી ઉવ.૨૮, રફીકભાઇ યુસુફભાઇ મીરા ઉવ.૩૬ તમામ રહે.હળવદ ભવાનીનગર ઢોરે વિસ્તારમાં વાળાને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૩,૫૦૦/-સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!