મોરબી જિલ્લામાં જુગાર અને દારૂની બદીને અટકાવવા માટે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સૂચનાઓ આપી છે. જેને ધ્યાને લઈ મોરબી શહેર અને જિલ્લા પોલીસ સતર્ક થઇ ગઇ છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઠ આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓની બાતમી મળી હતી કે, મોરબીનાં રવાપર ગામના તળાવ સામેની શેરીમાં જાહેરમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા લખમણભાઇ વાઘજીભાઇ માકાસણા, મગનભાઇ ડાયાભાઇ કાસુન્દ્રા, નરભેરામભાઇ આંબાભાઇ કામરીયા, મનસુખભાઇ પ્રેમજીભાઇ વિઠલાપરા, કાંતીભાઇ જેરામભાઇ લો, નટવરલાલ દેવજીભાઇ ઉનાલીયા, મનજીભાઇ તેજાભાઇ કામરીયા અને વિજયભાઇ કાનજીભાઇ ડાંગર નામના શખ્સો મળી આવ્યા હતા. જેની પાસેથી પોલીસે રોકડા રૂ.૮૩,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.