મહોરમ નિમિતે છબીલે નિયાઝ લેવા માટે લાઈનમાં રહેવાનું કહેતા કર્યો હુમલો
મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રસિકબાપુના ઘર પાસે મહોરમના તહેવાર અર્થે છબીલે નિયાઝ લેવા માટે લાઈનમાં વચ્ચે ધુસવાની ના પાડવાની બાબતે મહિલા તથા તેની સાથેની અન્ય મહિલાને પડોશમાં રહેતા પરિવારની ચાર મહિલા સહિત આઠ શખ્સોએ ઢીકાપાટુ તથા લાકડી વતી મૂંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર મહિલા દ્વારા આઠેય સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર બનાવ બાબતે મળતી વિગતો મુજબ મોરબીના સિપાઈવાસ મસ્જિદવાળી શેરીમાં રહેતા અંજુમબેન જુસબભાઈ ઇબ્રાહિમભાઈ જીંદાણી ઉવ.૩૬ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ અનીશાબેન તોફિકભાઇ મતવા, જુબેદાબેન કાસમભાઇ, હાજીભાઇ મુસાભાઇ મતવા, શકીનાબેન ઇબ્રાહિમભાઇ મતવા, અમીનાબેન ઇબ્રાહિમભાઇ મતવા, ઇનાયતભાઇ મુસાભાઇ મતવા, સલીમભાઇ ઇબ્રાહિમભાઇ મતવા, મુસાભાઇ ઇબ્રાહિમભાઇ મતવા તમામ રહે.સિપાઇવાસ મસ્જીદ વાળી શેરી મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૨/૦૭ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ફરીયાદી અંજુમબેન મોહરમના તહેવાર અર્થે છબીલે નિયાઝ લેવા સારૂ ગયેલ હતા તે દરમ્યાન આરોપી અનિષાબેન તોફિકભાઈ મતવા લાઇનમા વચ્ચે ઘુસી જતા અંજુમબેને તેને લાઇનમા ઘુસવા બાબતે ટોકતા આરોપી અનિશાબેને એકદમ ઉશ્કેરાઈ જઈને અંજુમબેનને ઢિકાપાટુનો માર મારેલ જેમા અંજુમબેનની સાથે રહેલ અન્ય મહિલા તેની વચ્ચે પડ્યા હતા ત્યારે તમામ આરોપીઓ વારાફરથી આવીને અંજુમબેનને અને જુબેદાબેનને ઢિકાપાટુનો માર મારેલ તેમજ અન્ય એક આરોપીએ જુબેદાબેનને શરીરે લાકડી ફટકારી મૂઢ ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કર્યા ની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હતબ ધરી છે.