મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મકલેલ બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નં.૪ માં રેઇડ કરતા જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમી રહેલ યશભાઈ હિરાભાઈ ખીટ ઉવ.૨૨ મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી શેરી નં. ૨, વિક્રમભાઈ રમેશભાઈ પરસાડીયા ઉવ.૩૨ મોરબી વાવડીરોડ જનકનગર શેરી નં.૧, હિતેષભાઈ રમેશભાઈ પરમાર ઉવ.૨૭ મોરબી માધાપર શેરી નં.૧૮, સુનીલભાઈ ધનજીભાઈ નકુમ ઉવ.૩૩ મોરબી માધાપર શેરી નં.૨૧, રવિભાઈ દેવાભાઈ ડાભી ઉવ.૧૯ મોરબી માધાપર શેરી નં.૬, યોગેશભાઈ હરીભાઈ પરમાર ઉવ.૩૬ મોરબી માધાપર શેરી નં.૯, મનીષભાઈ દેવકરણભાઈ ખાણધર ઉવ.૩૬ મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી તથા કિશનભાઈ હિતેષભાઈ ઉર્ફે છગનભાઈ ડાભી ઉવ.૧૯ મોરબી માધાપર શેરી નં.૧૪ વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતવા, પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૪૩,૭૦૦/-કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.