માળીયા મિંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ.૬૭,૭૦૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીંયાણા પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગે રાજકોટ રેન્જમાં પ્રોહી./જુગારની ગેરાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ રાખવા અને વધુમાં વધુ કેસો શોધી અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગે પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરી વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપતાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે, જાડેજાએ ઘાટીલા આ.પો.માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સોલંકી, મુમાભાઇ કલોત્રાને સંયુકત રીતે બાતમીના આધારે માળીયા (મિં) તાલુકાના ખાખરેચી ગામે જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યાન સુરેશભાઈ જગજીવનભાઈ પારેજીયા, દિનેશભાઇ લખમણભાઇ વરસડા, ચેતનભાઇ કાંતિલાલ પારેજીયા, મનસુખભાઇ મુળજીભાઇ હુલાણી, પ્રવિણભાઇ પ્રભુભાઈ કાલરીયા, કમલેશભાઇ ભાણજીભાઈ માકાસણા, જીતુભાઇ ધીરજભાઈ પારેજીયા અને જયેન્દ્રસિંહ ભુરૂભા જાડેજા નામનાં કુલ૦૮ ઇસમોની રોકડ રકમ રૂ.૬૭,૭૦૦/- નો મુદ્દામાલ સાથે અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે.જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ પરમાર, સમરથસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, રાજેન્દ્રસિંહ સોલંકી, નંદલાલભાઇ મકવાણા, વિપુલભાઇ કણઝરીયા દ્વારા કામગીરી કરવામાં આવી છે.