Tuesday, November 26, 2024
HomeGujaratગુજરાત કેડરના આઠ પોલીસ અધિકારીઓનો IPS કેડરમાં સમાવેશ કરાયો

ગુજરાત કેડરના આઠ પોલીસ અધિકારીઓનો IPS કેડરમાં સમાવેશ કરાયો

પોલીસ વિભાગમાં એક બાજુ લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા આઈપીએસ અધિકારીઓની બદલીનું કોકડું હજુ પણ ગુચવાયેલુ છે, જે વચ્ચે ગુજરાત કેડરના આઠ પોલીસ અધિકારીઓને ભારત સરકારના ગૃહ મંત્રાલયે IPS કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીજીપી કચેરીના સ્ટાફ ઓફિસર ગૌરવ જસાણી સહિતના અધિકારીઓને આઈપીએસ તરીકે બહાલી અપાઈ છે,

- Advertisement -
- Advertisement -

 

ગુજરાતના આઠ SPSની IPSકેડરમાં કાયમી નિમણૂક કરવામાં આવી છે. જેમાં વરાજસિંહ જાડેજા,બળદેવભાઈ દેસાઈ.ગૌરવ જસાણી,ઈમ્તિયાઝ શેખ,બળદેવસિંહ વાઘેલા. લખધીરસિંહ ઝાલા, તેમજ નરેશકુમાર કણજારીયા ,અને ફાલ્ગુનીબેન પટેલનો સમાવેશ થાય છે. સોમવારે રાતે આ પ્રક્રિયાની અધિકૃત પુષ્ટિ કરતું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. હવે રાજ્યના ચાર જિલ્લામાં ખાલી પડેલી પોલીસ અધિક્ષકની પોસ્ટ પર નિમણુંક કરવામાં આવે તેવો આશાવાદ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ જાડેજા વડોદરા ડીસીપી ક્રાઇમ, બળદેવ દેસાઈ ડીસીપી ઝોન-5, અમદાવાદ, ગૌરવ જસાણી સ્ટાફ એડમીન-ડીજીપી ઓફિસ, ઇમ્તિયાઝ શેખ લિવ રિઝર્વ, બળદેવસિંહ વાઘેલા ડીસીપી(ટ્રાફિક)- અમદાવાદ, લઘધીરસિંહ ઝાલા એસપી-આઈબી, નરેશ કણઝારીયા એસપી-આઈબી(ભુજ) અને ફાલ્ગુની પટેલ એસપી, એસઆરપીએફ ગ્રુપ-12, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!