વાંકાનેર શહેરમા પ્રોહીબિશન કોમ્બીંગ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી દેશી દારુ ના કુલ ૦૮ કેશો કરી કુલ રૂ.૧૮૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી વાંકાનેર સિટી પોલીસ દ્વારા આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં તેમજ નાયબ પોલીસ અધીક્ષક વાંકાનેર ડીવીઝન સમીર સારડા, નાયબ પોલીસ અધીક્ષક મોરબી વિભાગ પી.એ.ઝાલાએ પ્રોહીનિશન, જુગારની અસામાજીક પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવતા પ્રોહીબિશન ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.વી.ઘેલાએ પ્રોહીબીશનના કેશો શોધી કાઢવા પ્રોહી કોમ્બીંગ ડ્રાઇવનું આયોજન કરી ૦૪ ટીમ બનાવી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારમાં પ્રોહીબિશન કેશો શોધી કાઢવા સૂચના આપતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કુલ ૦૮ કેશો શોધી
આરોપી કલ્પેશભાઇ ઉર્ફે સિતારામ નરભેરામ નિમાવત, કરણભાઈ સનમુગમ નાયકર (મદ્રાસી), નીતેશભાઇ બટુકભાઈ વીરસોડીયા, યાસમીનબેન ઉર્ફે જાડી રહીમભાઇ આદમાણી, મરીયમ ઉર્ફે મમુબેન હબીબભાઇ વિકીયાણી, જેતુનબેન રાયધનભાઇ મોવર, લાભુબેન બાલાભાઇ ડાભી અને સુરેશભાઇ કાળુભાઇ વીંજવાડીયાને દેશી દારૂ લિટર ૯૦ લિટર કિંમત રૂ. ૧૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી..