રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં જુગાર તથા દારૂની બદીને નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા ટંકારાનાં સજ્જનપર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા ૮ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોઈલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ખાનગીરાહે હકીકત મળી હતી કે, સજ્જનપર ગામમા રહેણાંક મકાનમાં અમુક શખ્સો તીન પત્તિનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે સ્થળ પર રેઈડ કરતા રહેણાંક મકાનમાં જુગાર રમતા રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયા, મનોજભાઈ જેરામભાઈ વિરમગામા, મહેન્દ્રભાઈ વેલજીભાઈ શિણોજીયા, નરેન્દ્રભાઈ હસમુખભાઈ જીવાણી, જયંતિભાઈ વશરામભાઈ બરાસરા, મહેન્દ્રભાઈ હરજીભાઈ રંગપરીયા, સલીમભાઈ સદરૂદ્દીનભાઈ બખતરીયા તથા જયંતીભાઈ ત્રિકમજીભાઈ રંગપરીયા નામના ઇસમોને રોકડા રૂ.3,८८,०००/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાની કલમ ૪.૫ મુજબ કાયદેસરની કાર્યવાહી ટંકારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી ટંકારા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય.કે.ગોહિલ અને ટંકારા પોલીસ મથકના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.