મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં શહેર પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતી ૮ મહિલા જુગરીઓને ઝડપી લેવામાં આવી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ઉમિયા પાર્ક સોસાયટીમાં આવતા જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા પુજાબેન અલ્પેશભાઇ અંબારામભાઈ શેરસીયા ઉવ.૨૯, મેઘનાબેન લલીતભાઈ કાંતીભાઇ વડાળીયા ઉવ.૩૫, ચેતનાબેન દિપકભાઈ તુલશીભાઈ વેગડ ઉવ.૩૦, બીનલબેન દિપકભાઈ હેમરાજભાઈ મીયાત્રા ઉવ.૨૪, બંસીબેન ચેતનભાઈ કાળુભાઈ ડોડીયા ઉવ.૨૪, ભીખુબેન કિશોરભાઈ મોહનભાઈ પાટડીયા ઉવ.૪૧, હેતલબેન કિશોરભાઈ પાટડીયા ઉવ.૨૭ તથા કાજલબેન હિતેશભાઇ વિનુભાઇ પોપટ ઉવ.૨૬ તમામ રહે. વાવડી રોડ ઉમિયાપાર્ક સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૧,૯૮૦/-સાથે પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે, આ સાથે તમામ મહિલા આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.