Saturday, July 12, 2025
HomeGujaratએક પેડ માઁ કે નામ 2.0 : મોરબીમાં પાંજરાપોળ ખાતે કરાયું વૃક્ષરોપણના...

એક પેડ માઁ કે નામ 2.0 : મોરબીમાં પાંજરાપોળ ખાતે કરાયું વૃક્ષરોપણના મહાઉત્સવનું આયોજન

“એક પેડ માં કે નામ-૨.૦” ઉજવણી અંતર્ગત મોરબીના પાંજરાપોળ ખાતે વનવિભાગ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઉપસ્થિત રહી સહભાગી થવા મોરબીવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પાંજરાપોળ, વન વિભાગ, અને સદભાવના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વૃક્ષરોપણના મહા ઉત્સવનું આગામી તા. 13.07.2025ને રવિવારના રોજ સાંજે 4.00 કલાકે શ્રી મોરબી પાંજરાપોળની જગ્યા, કડવા પાટીદાર વિધાર્થી ભુવનની બાજુમાં, પૂજય ભાણદેવજીના આશ્રમની નજીક, મચ્છુ ડેમ નં – 2 ની પાસે, જોધપર(નદી)-રફાળેશ્વર રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુળુભાઈ બેરા (મંત્રી, વન વિભાગ) તથા મોરબી જિલ્લાના સાંસદ, તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં એક સાથે 3500 વૃક્ષ વાવવામાં આવશે. આ તકે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ એક અદભૂત દ્રશ્ય હશે કે કતારબંધ, શિસ્તબદ્ધ અને પ્રકૃતિપ્રેમી પ્રજાજનો, એક સાથે વૃક્ષ વાવશે. ત્યારે આ કાર્યક્રમમાં મોરબીવાસીઓને અચૂક જોડાવવા મોરબી પાંજરાપોળ, વન વિભાગ, અને સદભાવના ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!