મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલ સામે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગોકુલનગર શેરી નં.૨૦ માં રહેતા અમરશીભાઈ પરષોત્તમભાઈ કંજારીયા ઉવ.૬૦ ગઈકાલ તા.૨૨/૦૬ ના રોજ પોતાનું સુપર સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૩૬-એએચ-૩૩૯૮ લઈને પોતાના ગામડે જતા હોય તે દરમિયાન ટ્રક કન્ટેઇનર રજી.નં. જીજે-૧૪-એક્સ-૮૧૧૫ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી એકદમ રોડ ઉપર કાવું મારતા અમરશીભાઈ સહિત મોટર સાયકલને અડફેટે લેતા, તેઓ રોડ ઉપર પડી ગયા હતા, જે બાદ તેઓને સારવાર અર્થે ૧૦૮ મારફત સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાથમાં ફ્રેકચર જેવી ઇજાઓ અંગે સારવાર ચાલુ હોય, હાલ ઇજાગ્રસ્ત દ્વારા ટ્રક કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.