Wednesday, January 7, 2026
HomeGujaratમોરબીના ઉમિયા સર્કલ નજીક રાત્રીના હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધ...

મોરબીના ઉમિયા સર્કલ નજીક રાત્રીના હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધ દંપતી ઘાયલ

મોરબીમાં ગઈકાલે રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ ઉમિયા સર્કલ નજીક હિટ એન્ડ રનના બનાવમાં અકસ્માત સર્જી એક સફેદ કલરની ફોર-વ્હીલનો ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારે આ અકસ્માતમાં વૃદ્ધ બાઇક ચાલક અને તેમના પત્નીને શરીરે અને માથામાં ઇજાઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, શનાળા રોડ ઉમિયાનગર સોસાયટીમાં બ્લોક નં.૧૪/૧૩૧૮માં રહેતા હરજીવનભાઈ ડાયાભાઇ કાલાવડીયા ઉવ.૭૩ એ સિરી એ ડિવિઝન પોલીસ સમક્ષ આરોપી અજાણ્યા ફોર વ્હીલના સાગલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈકાલ રાત્રીના ૧૦ વાગ્યે હરજીવનભાઈ અને તેમના પત્ની લાભુબેન પોતાના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએચ-૩૦૦૧ ઉપર નવા બસ સ્ટેન્ડ તરફથી ઘરે આવતા હતા ત્યારે ઉમિયા સર્કલથી તેમની સોસાયટીમાં વળવા રોડ ક્રોસ કરી રહ્યા હોય તે દરમિયાન એક સફેદ કલરની ફોર વ્હીલ કારના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં અને બેદરકારીથી શનાળા સાઈડથી નવા બસ સ્ટેન્ડ તરફ ચલાવી ઉપરોક્ત મોટર સાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. જ્યારે બીજીબાજુ અક્ષણતમાં રોડ ઉઓર પટકાયેલ વૃદ્ધ દંપતીને ૧૦૮ મારફત ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બન્ને પતિ-પત્નીને ફ્રેકચર જેવી ઇજાઓની સારવાર આપવામાં આવી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!