પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રીના હળવદ ધ્રાંગધ્રા રોડ પર અેક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કોયબા ગામના પાટિયા પાસે અમદાવાદથી હળવદ તરફ આવી રહેલ કાર નં. જીજે-૧૩-સીસી-૦૭૧૫ ના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાય હતી જેથી કારમાં સવાર શામજીભાઈ ભાવજીભાઈ ટાંક અને તેમના પત્ની જીકુબેન શામજીભાઈ ટાંક રહે બને અમદાવાદ વાળનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું તો કારના ચાલક અનિરુદ્ધસિંહ હીરાભાઈ ડોડીયા (રહે ભલગામડા)ને ઇજાઓ થતા સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અકસ્માતનાં બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અકસ્માતનાં બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલ શામજીભાઈ ટાંકએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.