Sunday, November 24, 2024
HomeGujaratમોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત : પોલીસે વાલીવારસની શોધખોળ આરંભી

મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત : પોલીસે વાલીવારસની શોધખોળ આરંભી

મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ એક વૃધ્ધનું સારવાર દરમિયાન અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. ત્યારે હોસ્પિટલમાં મૃતકના સગાસંબંધીઓ મળી ન આવતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. તેમજ જો કોઈ આ વૃધ્ધને ઓળખાતું હોય તો મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વિરેન્દ્રકુમાર રામરતન વિશ્વકર્મા (રહે.એંટીક સીરામીક મોરબી) નામના ૭૦ વર્ષીય વૃધ્ધ બીમારીને કારણે સારવાર માટે ગત તા.૨૧/૦૮/૨૦૨૪ ના રોજ મોરબી સરકારી હોસ્પીટલે સારવાર અર્થે દાખલ થયા હતા. જેનુ સારવાર દરમીયાન ગત તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ મોટ નીપજ્યું હતી. ત્યારે મૃતક શરીરે પાતળો બાંધો વાને શ્યામ, માથાના ભાગે તથા દાઢીના ભાગે કાળા-સફેદ વાળ છે. તથા તેમના જમણા હાથે કલાઇ ઉપર હિન્દીમા જય મા દુર્ગા ત્રોફાવેલ છે. તથા ખાખી કલરનુ પેન્ટ તથા સફેદ કલરનો શર્ટ પહેરેલ છે. ત્યારે આ પુરૂષના વાલીવારસ મળી આવેલ ન હોય જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. તેમજ જો કોઈ મૃતકને ઓળખાતો હોય તો હેડ કોન્સ્ટેબલ એ.એમ.ઝાપડીયાનો મો.નં.૯૭૧૪૦૬૪૪૧૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ટેલિફોન નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!