Sunday, December 29, 2024
HomeGujaratહળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટર-ટેન્કરે બાઇકને સામેથી અથડાવતા વૃદ્ધ ચાલકનું...

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉપર રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટર-ટેન્કરે બાઇકને સામેથી અથડાવતા વૃદ્ધ ચાલકનું મૃત્યુ

હળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉલર વધુ એક માર્ગ અકસ્માતના બનાવમાં બાઇક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. જેમાં હાઇવે ઉપર રોંગ સાઈડમાં પુરઝડપે આવી રહેલા ટ્રેક્ટર-ટેન્કરે બાઇકને સામેથી હડફેટે લેતા ૬૦ વર્ષીય બાઇક ચાલક રોડ ઉપર પડી જતા તેઓને હળવદની ખાનગી હોસ્પિટલ બાદ મોરબી સિવિલ હોસ્પિટલ સારવારમાં ખસેડતા જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર હળવદ તાલુકાના રણજીતગઢ ગામના ખેડૂત હમીરભાઈ પ્રભુભાઈ ધારીયા ઉવ.૬૦ ગત તા.૨૩/૦૮ના રોજ સવારના ૧૦ વાગ્યાની આસપાસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં પોતાના બાઇક રજી.નં. જીજે-૧૩-આર-૬૮૫૬ લઈને જતા હતા ત્યારે હળવદ-ધ્રાંગધ્રા હાઇવે ઉપર હીરો કંપનીના શોરૂમ પાસે રોંગ સાઈડના આવી રહેલા ટ્રેક્ટર-ટેન્કર રજી.નં. જીજે-૩૬-જી-૦૩૩૫ના ચાલકે પોતાનું વાહન પુરગતિએ સામેથી ચલાવી આવી બાઇકને સનેથી જોરદાર ટક્કર મારતા બાઇક સહિત હમીરભાઈ રોડ ઉપર પડી ગયા હતા. જેથી તેઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા હાજર લોકોના ટોળામાંથી કોઈએ હળવદ માર્કેટિંગ-યાર્ડમાંથી એમ્બ્યુલન્સ બોલાવતા હમીરભાઈને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા ત્યાંના ફરજ પર હાજર ડોકટરે જોઈ તપાસી હમીરભાઈને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતના બનાવમાં મૃત્યુની ઘટનામાં મૃતકના પુત્ર જયેશભાઇ હમીરભાઈ ધારીયા રહે. રણજીતગઢ ગામ તા. હળવદ વાળાએ આરોપી ટ્રેક્ટર-ટેન્કરના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધવતા પોલીસે આરોપી સામે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!