Saturday, April 4, 2026
HomeGujaratહળવદમાં નજીવી બાબતે પ્રૌઢ ખેડૂત ઉપર હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાઈ

હળવદમાં નજીવી બાબતે પ્રૌઢ ખેડૂત ઉપર હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાઈ

જે.સી.બી.ના ફોટો પાડવા માર માર્યો, અગાઉ કરેલ કોર્ટ કેસ પાછો ખેંચવા ધમકી આપી.

- Advertisement -
- Advertisement -

હળવદમાં રાયસંગપર રોડ ઉપર ખેડૂત પોતાના ખેતરે ગયા ત્યાં જેસીબી ચાલતું હોય જેથી ખેડૂતને રમ હતું કે, પોતાના ખેતરમાં જેસીબી ચલાવે છે, ત્યારે ખેડૂતે જેસીબીનો ફોટો લેતા વિવાદ ઉભો થયો હતો. ત્યારે બાજુના ખેતરેથી આવેલ આરોપીઓએ ગાળો આપી ખેડૂત સાથે મારામારી કરી અને અગાઉ ચાલતા કોર્ટનો કેસ પાછો ખેંચવા ધમકી આપી હતી. હાલ ભોગ બનેલા ખેડૂતની ફરિયાદને આધારે હળવદ પોલીસે એક મહિલા સહિત ચાર ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના મોરબી દરવાજા કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનગ્રા ઉવ.૫૦ દ્વારા હળવદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગઈકાલ તા.૦૩/૦૪ના રોજ રાયસંગપુર રોડ ખાતે આવેલ પોતાના ખેતરે આંટો મારવા ગયા હતા. તે દરમિયાન બાજુના ખેતરમાં આરોપી મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી જે.સી.બી.થી કામ કરાવી રહ્યા હતા. ફરિયાદીએ ખેતર નજીક ખોદકામ ન થાય તે હેતુસર જે.સી.બી.નો ફોટો પાડતા આરોપી મેહુલભાઈએ આ બાબતે વાંધો લઈ ગાળો આપી ફરિયાદીનો કાંઠલો પકડી બોલાચાલી કરી હતી. આ દરમિયાન આરોપી જયદીપભાઈ રતીલાલ સોનગ્રા સ્થળ પર આવી જતા બંનેએ મળી ફરિયાદીને ઢીંકા-પાટુનો માર માર્યો હતો. ઝગડાનો અવાજ સાંભળી મેહુલભાઈની પત્નીએ પણ આવી મારામારી કરી હતી. ત્યારબાદ સવજીભાઈ છગનભાઈ પણ આવી ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા. હુમલા બાદ ચારેય આરોપીઓએ ફરિયાદીને કોર્ટમાં ચાલી રહેલો જમીન સંબંધિત કેસ પાછો ખેંચી લેવા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર માર મારવાના બનાવ મામલે હળવદ પોલીસે આરોપી મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી, જયદીપભાઈ રતીલાલ સોનગ્રા, મેહુલભાઈની પત્ની તથા સવજીભાઈ છગનભાઈ બધા રહે.મોરબી દરવાજા કૃષ્ણનગર હળવદ વાળા સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!