માળીયા(મી)-કચ્છ નેશનલ હાઇવે ઉપર રોડની સાઈડમાં ચાલીને જઈ રહેલા ૬૦ વર્ષીય વૃદ્ધ મહિલાને એસટી બસે પાછળથી ઠોકર મારતા મહિલાને હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચતા, વૃદ્ધ મહિલા દ્વારા આરોપી એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા-કચ્છ હાઇવે અવધ હોટલની સામે રહેતા જુબેદાબેન રમજાનભાઈ ધમાણી ઉવ.૬૦ એ માળીયા(મી) પોલીસ મથકમાં એસટી બસ રજી.નં. જીહે-૧૮-ઝેડટી-૧૭૪૮ના ચાલક એવા સરકારી કર્મચારી સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૦/૦૮ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે જુબેદાબેન કચ્છ-માળીયા નેશનલ હાઈવે ઉપર રોડની એકદમ સાઈડમાં ચાલીને જતા હોય તે વખતે ઉપરોક્ત સરકારી બસના ચાલકે પોતાના હવાલાવાળી બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જુબેદાબેનને પાછળ પીઠના ભાગે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જુબેદાબેનને હાથમાં ખંભાના ભાગે તેમજ ભુજાના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ માળીયા(મી) પોલીસે આરોપી સરકારી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.