વાંકાનેરમાં વૃધ્ધે ભાયુ ભાગનો મકાનનો પ્લોટ વેચવા ન દેતા વૃધ્ધના ભાઈ તથા ભત્રીજાઓએ વૃધ્ધ પર હિચકારો હુમલો કર્યો હતો. જેમાં વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના રાતીદેવળી ગામે રહેતા ગોરધનભાઇ સામાભાઇ વોરાને હરેશભાઇ પરશોત્તમભાઇ વોરાએ અમારા ભાયુ ભાગનો મકાનનો પ્લોટ અમારે વેચી નાખવો છે તમે કેમ વેચવા નથી દેતા તેમ કહી ગોરધનભાઇને જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા હરેશભાઇ પરશોત્તમભાઇ વોરાએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા હાથે તથા ડાબા પગે નળાના ભાગે માર મારી ફ્રેક્ચર જેવી ઇજા કરી તેમજ વીજયભાઇ પરશોત્તમભાઇ વોરાએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરીને વાસામા તથા છાતીના ભાગે માર મારી મુઢ ઇજા કરી તેમજ પરશોત્તમભાઇ સામાભાઇ વોરાએ તેના હાથમા રહેલ લાકડી વતી ફરિયાદીને માથાના ભાગે માર મારી મૂઢ ઇજા કરી તથા શરીરે મુંઢ ઇજા પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.