મોરબી તાલુકાના મકનસર ગામમાં ૬૨ વર્ષીય વૃદ્ધે અજાણ્યા કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી મુજબ તા. ૧૮ સપ્ટેમ્બરના રોજ મકનસર ગામના સ્મશાનમાં ૬૨ વર્ષીય શંકરભાઈ સવાભાઈ સત્રોટીયા મૂળ રહે. દેપરા તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળાએ ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસમાં જાણ કરતા મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસે સ્થાનિક દિગ્વીજયસિંહ લાલુભા ઝાલા પાસેથી મૃત્યુના બનાવ અંગેની વિગતો મેળવી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.