મોરબીના જુના ઘુટુ રોડ ઉપર માર્ગ અકસ્માતના બનાવમાં ટ્રક કન્ટેઇનરે સાયકલને હડફેટે લેતા સાયકલ સવાર વૃદ્ધનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી ટ્રક-કન્ટેઇનર ચાલક પોતાનું વાહન મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, ગઈકાલ તા.૦૪/૦૬ ના રોજ સાંજના સુમારે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં જુના ઘુટુ રોડ ઉપર સાયકલ લઈને સિક્યુરિટીની નોકરી ઉપર જઈ રહેલા નથુભાઈ ભાનાભાઈ સોલંકી રહે. મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ પચ્ચીસ વારીયાને કન્ટેઇનર રજી.નં. જીજે-૧૨-એટી-૮૩૮૨ વાળાના ચાલકે પોતાનું વાહન ગફલતભરી અને બેફિકરાઈથી પુર ઝડપે ચલાવી સાયકલને હડફેટે લેતા સાયકલ સવાર નથુભાઈ કન્ટેઇનરના પાછળના ટાયરના જોટ્ટામાં આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, અકસ્માત સર્જી ટ્રક કન્ટેઇનર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર રેઢું મૂકીને નાસી ગયો હતો, જ્યારે સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર દિનેશભાઇ નથુભાઈ સોલંકીની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક-કન્ટેઇનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.