મોરબીના રવાપર-ઘુનડા રોડ શ્રીરામ હાઈટ્સ ૧૦૨ માં રહેતા લાલજીભાઈ રૂગનાથભાઈ વસાણીયા ઉવ.૬૪ ગઈકાલે તા.૦૮/૧૨ના રોજ સવારના રવાપર ગામ નજીક આવેલ હનુમાનજી મંદિરે દર્શન કરીને ઘરે પરત આવતા હોય ત્યારે રવાપર-ઘુનડા રોડ ઉપર સનરાઇજ શોપિંગ પાસે પહોચતા , મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એજી-૦૭૮૫ વાળાના ચાલકે પોતાનું મોટર સાયકલ ફૂલ સ્પીડમાં અને બેદરકારી રીતે ચલાવી લાલજીભાઈને પાછળથી જોરદાર ટક્કર મારતા, તેઓ રોડ ઉપર પડી જતા તેમને તુરંત કૃષ્ણ હોસ્પિટલ મોરબી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને માથામાં ચાર પાંચ ટાકા તેમજ હેમરેજ જેવી ઇજાઓની સારવાર લીધી હતી. જ્યારે અકસ્માત સર્જી મોટર સાયકલ ચાલક નાસી ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત લાલજીભાઈની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









