બાઇક લઈને શેરીમાં વારંવાર ચક્કર લગાવતા યુવકને ટપારતા, મહિલાને પાઇપ મારી હાથ ભાંગી નાખ્યો.
વાંકાનેરના રાજાવડલા ગામે શેરીમાં વારંવાર બાઇક લઈને ચક્કર મારતા યુવકને મહિલા દ્વારા યુવકને શેરીમાં નહીં આવવાનું કહેતા, યુવકે એકદમ ઉશ્કેરાઈ પ્રૌઢ મહિલાને ગાળો આપી પાઈપથી હુમલો કર્યો, હતો, જેમાં મહિલાને હાથમાં પાઇપ મારતા, ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર નવા રાજાવડલા ગામે રહેતા જયાબેન સવજીભાઇ ડેડાણીયા ઉવ.૫૦ હૈ તા.૨૬/૦૩ના રોજ પોતાની શેરીમાં બેઠા હતા ત્યારે આરોપી સાગરભાઇ કેશુભાઇ દેત્રોજા રહે.નવા રાજાવડલા તા.વાંકાનેર વાળો
પોતાનુ મોટરસાયકલ લઈને બે ત્રણ વાર શેરીમા ચક્કર મારતા, જયાબેને શેરીમા મોટરસાયકલ લઈને આવવાની ના પાડતા આરોપી સાગરભાઈએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો દેવા લાગતા ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા આરોપી સાગરભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદી સાથે ઝપાઝપી કરી પોતાના હાથમા રહેલ પાઇપ વડે મારવા જતા ફરીયાદીએ પોતાનો ડાબો હાથ આડો દેતા ફરીયાદીને ડાબા હાથે ફેક્ચર જેવી ઇજા પહોચાડી હતી, હાલ પોલીસે આરોપી સાગરભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.