મોરબી જિલ્લામાં આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેને લઈ વહીવટી તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે ગઈકાલે માંડલ ગામની એક વૃધ્ધાએ પોતાની બીમારીઓથી કંટાળી અંતે ઝેરી ટીકડા ખાય જીવન ટૂંકાવ્યું છે.
બનાવ અંગેની મળતી મહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં માંડલ ગામે રહેતા 75 વર્ષીય વૃદ્ધ લીલાવંતીબેન રામજીભાઇ દેત્રોજા છેલ્લા દોઢેક વર્ષથી કમરના નીચેના ભાગે આવેલ ગાદીના ભાગે દુખાવાથી તેમજ પગમા અવાર નવાર સોજા ચડી જતા હોય જેથી ચાલી શકતા ન હોય તેવી સ્થિતિને તેમજ બી.પી.ની બિમારી હોય જેની દવાઓ ખાય ખાયને તેઓ છેલ્લા કેટલાય સમયથી પરેશાન હતા. જેને કારણે તેઓએ ગઈકાલે આખરે કંટાળી પોતાના રહેણાક મકાને ઘંઉમા નાખવાના ઝેરી ટીકડા ખાય જતા તેમને પરિવારજનો દ્વારા મોરબીની કિષ્ના હોસ્પીટલમા લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ઉપત્સ્થિત ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા