ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટીક સર્વેલન્સ, વિડીયો સર્વેલન્સ અને વિડીયો વ્યુઇંગ વગેરે ટીમો ખર્ચ મોનિટરિંગની કામગીરી કરશે
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર ચૂંટણી ખર્ચના મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.), સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.), વિડીયો સર્વેલન્સ (V.S.T.) તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.)ની રચના કરવામાં આવી છે.
જે અન્વયે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત વિડીયો સર્વેલન્સ (V.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ ટીમની રચના કરવામાં આવી છે.
આ ટીમમાં નિમણૂંક કરવામાં આવેલ અધિકારી/કર્મચારીઓને નોડલ ઓફિસર ફોર એક્ષપેન્ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારી-મોરબીના માર્ગદર્શન અને સૂચના અનુસાર કામગીરી કરવાની રહેશે.