ભારતી વિધાલય શાળામાં છેલ્લા 6 વર્ષ થી લોકશાહી ઢબે મોનિટર અને GS ની ચૂંટણીનું આયોજન થાય તેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ આપણી મતદાનની પ્રક્રિયા સમજે અને પોતાના એક મતની કિંમત આંકી શકે તે હેતુસર મોનિટર અને GS ની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું.
આ આયોજનમાં મોનિટરની ચૂંટણી બેલેટ પેપર થી અને GS ની ચૂંટણી EVM જેવા મશીન થી કરવામાં આવેલ હતી.
શાળાના આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે DEO કચેરી માંથી શ્રી પ્રવીણભાઈ અંબારીયા સાહેબ (EI) અને તેમની સાથે AEI બાદી સાહેબ,ગોસ્વામી મેડમ,પટેલ સાહેબ અને પાંચાણી મેડમ આવેલ કે જેઓ એ વિદ્યાર્થીઑને મત આપતી વખતે શું ધ્યાન રાખવું અને શા માટે મતદાન કરવું જેવી ઘણીબધી બાબતો ઉપર માર્ગદર્શન આપેલ.તે સાથે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ.અભયરાજસિંહ ઝાલા,ડૉ હાર્દિકભાઈ જેસવાણી,બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોશી હાજર રહેલ અને લોકશાહીનું શું મહત્વ છે અને એક મતની શું કિંમત છે? મુદ્દા પર વિદ્યાર્થીઑને સમજૂતી આપેલ હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી અધિકારી,પ્રિસાઇડીંગ ઓફિસર,ફોટોગ્રાફર,બેલેટ પેપર આપનાર,પત્રકાર,વ્યવસ્થાપન અધિકારી જેવા 40 અધિકારીઓ વિદ્યાર્થીઓમાંથી જ પસંદ કરવામાં આવેલ અને સમગ્ર ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ.
આ ચૂંટણીમાં મોનિટરની ચૂંટણીનું કુલ મતદાન : 92.59 % અને GS ની ચૂંટણીનું કુલ મતદાન : 94.45 % જેટલું થયેલું હતું.
કાર્યક્રમના અંતમાં શાળા પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતાએ આવેલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઑને પ્રોત્સાહિત કરેલ હતું.